• Pushpadaah - Audio Trailer

  • Dec 25 2021
  • Durée: 3 min
  • Podcast

  • Résumé

  • ‘પુષ્પદાહ’ એટલે પુષ્પને લાગતો દાહ. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સમાજજીવનનો અંતરંગ પરિચય કરાવતી આ નવલકથા ‘ડોક્યુ-નોવેલ’ એટલે કે ‘દસ્તાવેજી નવલકથા’ છે. તેની વિશેષતા એ છે કે લેખકે આ નવલકથાનાં પાત્રોની વચ્ચે રહીને, તેમની મનોસ્થિતિનો અભ્યાસ કરતા રહીને આલેખન કર્યું છે. અમેરિકાનિવાસી મનોવિજ્ઞાનના શિક્ષક શાંતિભાઈના પુત્ર સંજયને પત્ની ચારુ થકી બે બાળકો જુલી અને રોબિન છે. ચારુએ સંજયનો ઉપયોગ અમેરિકા આવવાની સીડી તરીકે કરેલો છે. વલ્લભ ઠક્કર સાથે તેના સંબંધો છે. આ હકીકતની જાણ થતાં, સમજાવટની કોઈ અસર ન થતાં સંજય અને ચારુ છૂટાછેડા લે છે. અદાલત બન્ને સંતાનોનો કબજો માને સોંપે છે, પણ વીક-એન્‍ડમાં સંતાનો પિતા-દાદા સાથે રહી શકે એવી જોગવાઈ છે. બાળકોને પિતા-દાદા સાથે મોકલવાની ચારુની આડોડાઈ, બાળકોના કુમળા મન પર પિતા અને દાદાની વિરુદ્ધ કાનભંભેરણી –આ તમામ ઘટનાઓ લેખક પોતાની સગી આંખે નિહાળે છે અને તેને નવલકથાના સ્વરૂપે આલેખે છે. નવલકથાના સ્વરૂપમાં રહીને દસ્તાવેજી આલેખન કરવાનો પડકાર અહીં લેખકે સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો છે.

    Voir plus Voir moins

Ce que les auditeurs disent de Pushpadaah - Audio Trailer

Moyenne des évaluations de clients

Évaluations – Cliquez sur les onglets pour changer la source des évaluations.