નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ ઓડિયોમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં વિશ્વરૂપ ના દર્શન કરવા માટે અર્જુનની પ્રાર્થના અને ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપ નું વર્ણન કરેલ છે. તેમજ સંજય દ્વારા ધૃતરાષ્ટ્ર ને ઉદ્દેશી ને વિશ્વરૂપ નું વર્ણન સમજાવેલ છે. અર્જુન દ્વારા ભગવાનના વિશ્વરૂપનું જોવું અને એમની સ્તુતી કરવી ભગવાન દ્વારા પોતાના પ્રભાવનુ વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરાય છે તથા ભયભીત થયેલા અર્જુન દ્વારા ભગવાનની સ્તુતી અને ચતુર્ભુજરૂપનું દર્શન કરાવવા માટે પ્રાર્થના કરાય છે. ભગવાન દ્વારા પોતાના વિશ્વ રૂપના દર્શનના મહિમાનુ કથન તથા ચતુર્ભુજરૂપ અને સૌમ્ય રૂપ દેખાડવુ અનન્ય ભક્તિ વિના ચતુર્ભુજરૂપના દર્શનની દુર્લભતાનુ અને ફળ સહિત અનન્ય ભક્તિનુ કથન કરેલ છે.