નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ વિડિઓમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ના નવમાં અધ્યાય રાજવિદ્યા રાજગુહ્યયોગમાં પ્રભાવ સહિત જ્ઞાનનો વિષય અને જગતની ઉત્પતિ વિશે સમજાવેલ છે.ભગવાનનો તિરસ્કાર કરનારા આસુરી પ્રકૃતિના માણસોની નીંદા તથા દેવી પ્રકૃતિના માણસોના ભગવદ ભજનનો પ્રકાર સમજાવેલ છે. સર્વાત્મરુપે પ્રભાવ સહિત ભગવાનના સ્વરુપનુ વર્ણન કરેલ છે. સકામ અને નિષ્કામ ઉપાસનાનુ ફળ તેમજ નિષ્કામ ભગવદ ભક્તિનો મહિમા કરેલ છે.